Editors Choice

3/recent/post-list

શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ' સક્ષમ યુવિકા કાર્યક્રમ ' ખુલ્લો મુકાયો.

  

તારીખ : ૧૨-૦૭-૨૦૨૩નાં દિને નવસારી જિલ્લા પંચાયત સંચાલિત આઇ.સી.ડી.એસ., શિક્ષણ અને આરોગ્ય શાખા દ્વારા આયોજિત ' સક્ષમ યુવિકા કાર્યક્રમ ખેરગામ તાલુકા પંચાયતના માનનીય પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ દ્વારા ખુલ્લો મુકાયો હતો. 

જેમાં રક્ષાબેન પટેલ દ્વારા યુવિકાઓને  સંબોધન કરીને કન્યાઓને ભણીગણી આગળ વધવા હાકલ કરી હતી જ્યારે માતાઓને કન્યાઓ માટે પાછળ  સમય ફાળવી તેમની મુશ્કેલીઓને સમજવા પર ભાર મૂક્યો હતો.  

આ કાર્યક્રમ આજના દિનથી એટલે કે ૧૨મી જુલાઈથી શરૂઆત થઈ બારમી ડિસેમ્બર સુધી ચાલશે. ડિસેમ્બર સુધીના અઠવાડિયાના ત્રણે  દિવસનાં કાર્યક્રમની રૂપરેખા અગાઉ એપ્લિકેશનમાં ફાળવી દેવામાં આવી છે. જેમાં આરોગ્ય કર્મચારી, શિક્ષણ વિભાગ, ખેતીવાડી વિભાગ, પોલીસતંત્ર વિભાગ જેવા વિભાગોના અધિકારીઓ કે કર્મચારીઓની નિમણુક અગાઉથી કરી દેવામાં આવી છે. નવસારી જિલ્લાની કુલ ૨૧૨ પ્રાથમિક શાળાઓમાં આજથી અમલ શરૂ થયો છે. આ ક્રિયાકર્મ માટે 41 લાયઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમને જે તે વિસ્તાર ફાળવી દેવામાં આવ્યો છે. તે પ્રમાણે તેઓ શાળાઓની વિઝિટ કરશે. 

આજના દિને  ખેરગામ પોમાપાળ, શામળા ફળિયા અને પહાડ ફળિયા આંગણવાડીની કાર્યકર બહેનો દ્વારા આરોગ્ય વર્ધક અને પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો અને આરોગ્ય કર્મચારી બહેનો દ્વારા કન્યાઓનું હિમોગ્લોબીનનું માપન કરવામાં આવ્યુ. ૯:૩૦ થી ૧૦:૩૦ સુધીનું સેશન રહેશે.

આ કાર્યક્રમમાં ખેરગામ નવસારી જિલ્લા પંચાયતનાં પૂર્વ સદસ્ય શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન, એસ.એમ.સી. અધ્યક્ષ, શિક્ષણવિદ્ શંકરભાઈ પટેલ, ગામનાં આગેવાન વડીલ શ્રી બાલુભાઈ પટેલ, ધોરણ ૮ની કન્યાઓ, કન્યાની માતાશ્રીઓ, ખેરગામ આરોગ્ય કર્મચારી બહેનો, સ્નેહાબેન આર. પટેલ તથા બ્રિજલબેન સી.પટેલ હાજર રહ્યા હતા. 

અતિ વ્યસ્તતા વચ્ચે પણ પણ પોતાનો કિંમતી સમય ફાળવી શૈક્ષણિક કાર્યક્રમ માટે ખેરગામ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને પ્રશાંતભાઈ પટેલે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જે તેમની શિક્ષણ પ્રત્યેની કર્મનિષ્ઠા સ્પષ્ટ કરે છે. 











Post a Comment

0 Comments