Editors Choice

3/recent/post-list

શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.

    શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.


તારીખ :૧૫-૦૮-૨૦૨૩નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. ગામનાં આગેવાન તથા ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય શ્રી બાબુભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આજના ધ્વજવંદનનાં કાર્યક્રમમાં ગામના પૂર્વ સરપંચ શ્રી કાર્તિકભાઈ પટેલ, એસ એમ સી.નાં શિક્ષણવિદ્ શંકરભાઈ પટેલ, ગામનાં આગેવાન બાલુભાઈ પટેલ, બચુભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, ગ્રામજનો, એસ.એમ.સી.નાં સભ્યો, મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં,

      શાળાના ધોરણ ૬થી૮નાં ગણિત વિજ્ઞાનના શિક્ષિકા શ્રીમતી પ્રિયંકા દેસાઈને  રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા પ્રતિભાશાળી  શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી હતી. જેને શાળાના એસ.એમ.સીના અઘ્યક્ષ શ્રીમતી કૌશાબેન દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. પ્રિયંકા દેસાઈએ આ સન્માન માટે વિશેષ બાળકોનો આભાર માન્યો હતો.

         શાળાના બાળકોએ દેશભક્તિ ગીત અને દેશનેતાઓ વિશે ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં વક્તવ્ય રજૂ કર્યું હતું. શ્રી શંકરભાઈ પટેલે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કર્યું હતું. અંતે શાળાના ઉપશિક્ષિકા પ્રિયંકા દેસાઈએ ધ્વજવંદન કાર્યક્રમમાં પધારેલ તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.




પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત પ્રિયંકા દેસાઈ









Post a Comment

0 Comments