Editors Choice

3/recent/post-list

આછવણી મંદિર ફળિયા પ્રા.શાળામાં વિજ્ઞાન પ્રદર્શનની પૂર્ણાહુતિ.

                   


આછવણી મંદિર ફળિયા પ્રા.શાળામાં વિજ્ઞાન પ્રદર્શનની પૂર્ણાહુતિ.

 ખેરગામ તાલુકાની આછવણી મંદિર ફળિયા પ્રા.શાળામાં બીઆર કક્ષાનાં દ્વિ-દિવસીય વિજ્ઞાન પ્રદર્શનનો ગામનાં સરપંચશ્રી વિરલાબેન  પટેલનાં અધ્યક્ષ સ્થાને શનિવારે પૂર્ણાહુતિ સમારંભ યોજાયો હતો. જેમાં વિભાગ દીઠ  વિજેતા કૃતિઓને પ્રમાણપત્ર,શિલ્ડ એનાયત કરવામાં હતા. 

ગાંધીનગર જીસીઆરટી પ્રેરિત, નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માર્ગદર્શન‌ હેઠળ ગણદેવી બીઆરસી આયોજીત બ્લોક કક્ષા પ્રદર્શનમાં તાલુકાના ૫ કલસ્ટરની ૨૫ શાળાના ૫૦ બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. 

આ બાળ-વૈજ્ઞાનિક પ્રદર્શનમાં મુખ્ય વિષય સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી હતો. જેમાં વિભાગ -૧માં ખેરગામ કુમાર શાળાની હાર્ટએટેક કૃતિ, વિભાગ-૨માં બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણીની ટ્રાફિકવાળી જગ્યાએ CO2 નિકાલ કૃતિ, વિભાગ-૩ માં  ધામધૂમા પ્રાથમિક શાળાની મોબાઇલ ઓપરેટર  ફાર્મિંગ રોબોટ કૃતિ, વિભાગ -૪માં દેશમુખ ફળિયા કાકડવેરી પ્રાથમિક શાળાની ઓટો ડ્રાઇવિંગ આસિસ્ટન્ટ કૃતિ, અને વિભાગ -૫ માં  વાડ મુખ્ય પ્રાથમિક શાળાની સિટી ઓફ મેથેમેટિક્સ કૃતિ પ્રથમ ક્રમાંકે આવી હતી.

આ પ્રસંગે ખેરગામ બી આર.સી. વિજયભાઈ પટેલ, ખેરગામ કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રા. શિ.સંઘના સહમંત્રી ગોવિંદભાઈ પટેલ,ખેરગામ તાલુકા પ્રા. શિક્ષક સંઘ પ્રમુખ કલ્પેશ દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ અને હોદેદારો, કેન્દ્ર શિક્ષકો, સીઆરસી મિત્રો, શાળા પરિવાર, આયોજનમાં  જોડાયેલ તમામ શિક્ષક મિત્રો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Post a Comment

0 Comments